Question
ટૂંકનોંધ લખો : શાહજહાં અને બાંધકામ

Answer

મુઘલ શાસકો ભવ્ય મહેલોના ખૂબ શોખીન હતા. શાહજહાંને બાંધકામ પ્રત્યે સૌથી વધુ શોખ હતો. તેના સમયમાં દરબાર ધનદોલતઅને જાહોજલાલીની બાબતમાં સમૃધ્ધ હતા. શાહજહાં એ કેટલાક વિશ્વપ્રસિધ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા. જેમાંથી તાજમહલ વિશ્વની સાત અજાયબીમાની એક છે. શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાને આમ અને દીવાને ખાસ બંધાવ્યા હતા. આ ઉપરાંત મોતી મસ્જિદ, દિલ્હીની જુમ્મા મસ્જિદ જેવાં પ્રસિધ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા. શાહજહાંએ “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય હતો. શાહજહાંએ દિલ્હી પાસે શાહજહાબાદ નામનું શહેર વિકસાવ્યું હતું અને આ શહેરમાં ભવ્ય ઈમારતો બંધાવી હતી. આમ, શાહજહાંએ વિશ્વપપ્રસિધ્ધ બેનમૂન સ્થાપત્યો પરથી ફલિત થાય છે કે શાહજહાંને બાંધકામ પ્રત્યે લગાવ અને વિશેષ રુચિ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free