Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો4 Marks
Question
વાતાવરણની સંરચના જણાવો.
✓
Answer
પૃથ્વીના વાતાવરણની સંરચના મુખ્ય ચાર આવરણોથી બનેલી છે: (1) ક્ષોભ આવરણ (2) સમતાપ આવરણ (3) મધ્યાવરણ (4) ઉષ્માવરણ
(1) ક્ષોભ આવરણ: પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને 'ક્ષોભ આવરણ' કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે $16 \ km$, સમશીતોષણ કટિબંધ પ્રદેશોમાં આશરે $12 \ km$ અને ધ્રુવો પર આશરે $8 \ km$ ઊંચાઈ સુધી ફેલાયેલું છે. આ આવરણમાં ઋતુઓ મુજબ ફેરફાર થાય છે. ક્ષોભ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે; વાતાવરણનાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. (2) સમતાપ આવરણ: ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ-સીમાથી આશરે $50 \ km$ સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી; અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઊડી શકે છે. આ આવરણમાં આશરે $15$ થી $35 \ km$ ની ઊંચાઈએ ઑઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. (3) મધ્યાવરણ: સમતાપ આવરણની ઉપર આશરે $80 \ km$ ની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને 'મધ્યાવરણ' કહે છે. (4) ઉષ્માવરણ: મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. $80 \ km$ થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી તે વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ-જેમ ઊંચાઈએ જઈએ તેમ-તેમ તાપમાન વધતું જાય છે. ઉષ્મા આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે: આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટી.વી., રેડિયો-પ્રસારણ અને ઈન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.