Question
ભૂમિ$-$પ્રદૂષણ શાથી થાય છે $?$

Answer

ભૂમિ$-$પ્રદૂષણ થવાનાં કારણો નીચે પ્રમાણે છે$:$
$(1)$ શહેરી વિસ્તારોમાં ઘરવપરાશનો ઘન કચરો ગટરોનું પાણી જમીન પર છોડી દેવાતાં ભૂમિ દૂષિત થાય છે.
$(2)$ ફળદ્રુપ અને ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી ભૂમિ દૂષિત થાય છે.
$(3)$ ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે.
$(4)$ ઉખનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ દૂષિત થાય છે.
$(5)$ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જમીન બગાડે છે.
$(6)$ જમીન પર ફેંકાતી પોલિથીલીન $($પ્લાસ્ટિક$)$ ની કોથળીઓ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક બને છે.
$(7)$ દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે હાનિકારક છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતાં જમીનની ફળદ્રુપતા ઘટે છે. સમય જતાં જમીન બિનઉપજાઉ બને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free