Question
‘વડલો ને પંખીડા’ કાવ્યને રૂપક કાવ્ય તરીકે મૂલવો.

Answer

‘વડલો ને પંખીડા’ માં વડલાની વડવાઈઓ અચાનક આગની જ્વાળામાં લપેટાય છે. વડલો પંખીઓને ઊડી જવા કહે છે પણ પંખીઓ વડલાને છોડી જવાની ના પાડે છે.
પરસ્પરની સ્વાભાવિક રીતે વાત-ચીતમાંથી સ્નેહ-સંબંધો ઊભો થાય છે. સ્નેહ ભાવનાથી જોડાયેલા એકબીજા સાથે એવા ઓતપ્રોત છે કે જીવનની ગમે તેવી મોટી મુસીબાત પણ તેમને છૂટા પાડી શકતી નથી.
પંખીઓને પાંખો હોવા છતાં વડલાને ત્યજી દેવા કરતાં સાથે જ મારવાનું પસંદ કરે છે. આવા પરસ્પરના અતૂટ સ્નેહના તાંતણાને કવિએ અહીં વડલો ને પંખીડાના ર્દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. મનરૂપી પંખી અતીલના વડલા પર જઈને બેઠું છે. સૃષ્ટિમાં બધા એકબીજા સાથે સ્નીહથી જોડાયેલાં છે. અહીં આ સંબંધ વ્રુક્ષ અને પંખીઓના પ્રતિક દ્વારા જૂ થયો છે. પંખીઓએ જે વ્રુક્ષની શીતળતામાં જીવન વિતાવ્યું તેને છોડવાની ના કહે છે. પંખીઓ કહે છે કે આપણે મધુરતાથી જીવ્યા તો તેને હદયમાં અખંડ રાખીને મૃત્યુ પામીશું, જીવનમાં આનંદ સાથે માન્યો તો મૃત્યુ પણ સાથે માનવા પંખીઓ હઠે ચડે છે ને વૃક્ષની વિનંતીને ઠુકરાવી મોતને ભેટવા તૈયાર થાય છે.
વડલો ને વૃક્ષ ફરી આવતા જન્મે સાથે રહી ટહુકાની ભેટ સાથે હાજર થવાની વાત કરે છે. જીવનમાં અખંડ વ્યાપક ર્દષ્ટિકોણને આ ભજનમાં સમજાવવામાં આવ્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘વતનનો તલસાટ’ કાવ્યમાં વ્યક્ત થતો કવિનો કલ્પાંત આલેખો.
નગરજીવનની વેધકતા કવિ શી રીતે પ્રગટાવે છે ?
‘એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી’ કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે ?
સમજાવો :
હુંપદથી હળવા થશો, હુંપદ કરો ન કોઈ,
ધાર્યું આપણું ધૂળ છે, હરિ કરે સો હોય.”
ગંગાસતી માનવ સ્વભાવના દુર્ગુવી દર્શાવી તેને દૂર કરવાનાં ઉપાયો તમારા શબ્દોમાં વર્ણવો.
કવિ કોનો સંગાથ ઈચ્છે છે ? સંગાથ વચ્ચે પણ કવિને એકલતા શી રીતે કોરી ખાચ છે ?###‘મેળો આપો તો' કાવ્યમાં કવિ કોનો સંગાથ ઇચ્છે છે ? સંગાથ વચ્ચે પણ કવિને એકલતા 
ક્રોધી સ્વભાવ જીતવા ગંગાસતી શો ઉપદેશ આપે છે તે જણાવો.
‘એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી’ કાવ્યનો મર્મ તમારા શબ્દોમાં લખો.
"આ રસ્તાઓ" શીર્ષક ચર્ચો.
‘વીડી વાઢવાની ના શા માટે પાડે છે ?