Question
વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ અને વાક્યપ્રયોગ કરો:
હાર – _______________
હાર – ____________

Answer

$1.$ હાર – પરાજય
વાક્ય: કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ.
$2.$ હાર – ઓળ, પંક્તિ
વાક્ય: સારસ પંખી પાણીમાં હારબંધ તરતાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
પગલું – ડગલું
શબ્દ જોડીને વાક્ય લખો: ખુરશી - બેસી
યોગ્ય ચિહન મૂકી વાક્ય ફરી લખો:
ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે
શબ્દો કૌંસમાંથી શોધીને લખો.
$1.$ પાઉચ ન મળવાથી પપ્પા ઑફિસમાં આમતેમ આંટા મારતા હતા. $($અકળામણ, મશ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય, બેચેની$)$
$2.$ પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મીની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. $($કાળજી, વિસ્મય$)$
$3.$ મીનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. $($લાડ, વહાલ$)$
$4.$ મીની પપ્પા$-$મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. $($વિસ્મય, બેચેની$)$
$5.$ મીનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને જ ઑફિસે જતા રહ્યા છે. $($ચિંતા, લાડ$)$
$6.$ પપ્પાએ આખી ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં અને પાઉચ ફંફોસી નાખ્યું. $($અકળામણ, મશ્કરી$)$
આપેલ શબ્દના નજીકના અર્થવાળો શબ્દ પસંદ કરો:

1. કટોકટી: અઘરો સમય, વધારે મુશ્કેલ સમય, મહત્ત્વનો સમય
2. રજમાત્ર: ફક્ત ધૂળ જેવું, બિલકુલ નહિ, ઘણુંખરું, જરાક
3. વસાહત: માણસોનું ટોળું, વસતિ, રહેવા માટેની જગ્યા
4. યથાસ્થાન: ઉપયોગી જગ્યા, જ્યાં હોય ત્યાં, એક જગ્યાથી બીજી જગ્યા પર જવું
5. જીવસૃષ્ટિ: સજીવોનું સહજીવન, સમુદ્રીજીવો, સર્વ પશુ-પક્ષીઓ, જીવતું જગત
6. વહારે આવવું: મદદ કરવી, સાથે આવવું, પાછળ પાછળ આવવું
7. નિરીક્ષણ: ધ્યાનથી જોવું, નજર કરવી, તાકી રહેવું, શિક્ષણ વગરનું
શબ્દ જોડીને વાક્ય લખો: પગ $-$ ચાલી
આ વિગત ઉત્તરરૂપે આવતી હોય તેવા બે-બે પ્રશ્નો લખો:
'રામ રાખે તેમ રહીએ' ભજન મીરાંબાઈ ઓધવજીને કહેતાં હોય તેમ લખવામાં આવ્યું છે.
નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
ચિતા — ચિંતા
શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
સ્વપ્ન : દુસ્વપ્ન
વાક્યો:$(1)$

$(2)$
નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
પહેલા – પહેલાં