Question
ટૂંકનોંધ લખો : મીરાબાઈ

Answer

મીરાંબાઈ એક કૃષ્ણભક્ત હતાં. સંત રવિદાસને ગુરૂ માન્યા હતા. જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાવ ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહેબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free