દયારામનાં ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ છે. દયારામે જીવનમાં ભક્ત તરીકે કૃષ્ણની ભક્તિ કરી છે. એક કવિ તરીકે તેમને જ્ઞાન, ભક્તિ, માયા અને મુક્તિનાં ગીત ગયા છે. આમ છતાં, કવિને એમ લાગે છે કે, મનુષ્ય જીવનમાં જીવતા જીવતાં કેટલીક ભૂલો તેમનાથી થઈ ગઈ છે; અને હવે જ્યારે આ જીવનનો અંતકાળ નજીક આવે છે, ત્યારે શ્રી કૃષ્ણને શરણે જવામાં જ જીવનની સાર્થકતા છે. ઈશ્વર દયાળુ છે. જીવન દરમિયાન જાણીને, કે પછી પરિસ્થિતિને આધીન લાચારીમાં ખોટા કર્મ કરનારા જો અંત સમયે પ્રભુને શરણે આવે ને તેમને ઈશ્વરકૃપા પ્રાપ્તથાય, તો પહ્હી પોતે તો શ્રીકૃષ્ણની ખરા અંતરથી ભક્તિ કરી છે – અને હવે અંત સમયે પ્રભુ તેમને શરણ નહિ આપે તો વિરોધીઓમાં ઈશ્વર હાંસીને પાત્ર થશે ! તે લોકો ઈશ્વરને ટોણાં મારશે અને રાજી થશે. આવું ન બને, તે માટે પણ પ્રભુ કવિને શરણે લેશે. કવિનું મન, કવિની ઈચ્છા પ્રભુ શરણે જવાની અને પ્રભુકૃપા મેળવી આ જીવનને સાર્થક બનાવવાની છે, તેથી હવે પછીના જીવનમાં કવિ જીવનને શ્રીકૃષ્ણમય બનાવવાની લગની રાખે છે.