Question
‘કુસુમનું કઠણ તપ’ શીર્ષક ચર્ચો.

Answer

‘કુસુમનું કઠણ તપ’ એ સરસ્વતીચંદ્ર ભાગ$-4$ માંથી લીવામાં આવ્યું છે. વિધાચાતુર અને ગુણસુંદરીને બે પુત્રીઓ છે. મોટી કુમુદ ને નાની કુસુમ. કુમુદનો વિવાહ સરસ્વતીચંદ્ર સાથે થયો પરંતુ એના ગૃહત્યાગ બાદ કુમુદના પુન:લગ્ન પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે થતાં કુમુદ અત્યંત દુઃખી થઈ.
કુસુમ હોંશિયાર, તેજસ્વી અને બુદ્ધિશીલ હતી. પશ્ચિમના આચાર-વિચારની એના ચિત્ત પર છાપ હતી. પોતાની મોટી બહેન કુમુદનાં ફરી લગ્નની વેદનાથી એ અજાણ નથી. આથી કુસુમ આજીવન કુંવારી રહેવાનું નક્કી કરે છે. પણ આમાં પિતા વિધાચતુર જ સંમત હતાં. માતા ને વિધવા કાકી સુંદરગૌરીની સ્ત્રીસહજ ઈચ્છા કુસુમને યોગ્ય વર શોધી પરણાવવાની હતી.
પાઠની શરૂઆત કુસુમની સાધના ‘કઠણ તપ’થી આરંભાય છે. કુસુમે માળણની ઓરડીની પાછળ એક પીપળાના ઝાડ પાસે ભોંયમાં ખાડો ખોદી ચૂલો કર્યો હતો. આ ચૂલા પર હાંલ્લામાં ખીચડી બનાવતી હતી. ત્યાં સુંદરગૌરી આવી જાય છે. કાકી સાથેની વાતમાં એને નક્કી કરેલ કઠણ તપની વાત કરે છે.
કુસુમ માળણની જેમ જાડો સાડલો પહેરે છે. શરીર પર એક પણ એક પણ અલંકાર નથી. પાંદડાને સીવી પત્રાળું બનાવે છે ને ગરીબો ખાય એવી ચૂલા પર હાંલ્લામાં ખચડી બનાવી ખાય છે. કુસુમ સુંદરકાકીને કહે છે કે “કાકી ! કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલાં બાવીઓ પેઠે કેમ રહેવાય, આવું કેમ ખવાય ને કેમ પહેરાય તે શીખું છું.”
કુસુમ કાકીને કહે છે કે તેના માતા-પિતા શિવપાર્વતી જેવા છે ને ઘર મંદિર જેવું છે. જ્યાં સુધી ઘર આશ્રય આપશે ત્યાં સુધી રહેશે પછી મીરાંબાઈ બની જશે. આમ આ ખંડમાં કુસુમની કઠણ સાધના નિરૂપાઈ છે તેથી રચાયેલું શીર્ષક યોગ્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free