Question
નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો.

Answer

ગાંધીજીના જણાવ્યા પ્રમાણે નારાયણ હેમચંદ્ર એક વિચિત્ર વ્યક્તિ હતાં. ગાંધીજીને તેમની અનેક બાબતોમાં વિચિત્રતા લાગતી. હેમચંદ્રના રંગ, રૂપ, સ્વભાવ, અવાજ, પોશાક જેવી દરેક વાત સામાન્ય કરતાં અલગ એટલે કે અસામાન્ય વિચિત્ર લાગે તેવી હતી. નારાયણ હેમચંદ્ર પોતે બાહ્ય વ્યક્તિત્વ કરતાં આંતરિક વ્યક્તિત્વમાં વધુ માનતા ને તે મુજબ વર્તન/વહેવાર કરતાં. આ સઘળી બાબત ભલે વિચિત્ર લાગે તેવી હોય, પરંતુ તેમની સાદગી, ઘીરજ, આત્મવિશ્વાસ, નિખાલસતા વગેરે તેમનાં વ્યક્તિત્વની ઓળખ સમાં બની ગયાં હતાં. વાંચન-લેખનનો અને પ્રવાસનો તેમને વિશેષ શોખ હતો. તેમજ અનેક ભાષાઓ શીખીને, જે તે ભાષાની ઉમદા ને ઉત્તમ કૃતિઓની અન્ય ભાષામાં ભાવાર્થ તરજુમો કરી, તે પુસ્તકની ખૂબીઓ, માહિતી વગેરેને અન્ય ભાષાની વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતાં. મહાપુરુષોના સારા કાર્યોને બિરદાવતા અને તેમને પ્રત્યક્ષ મળીને. તે માટે અભિનંદન આપતા. મહાપુરુષોને મળવાનો જાણે તેમણે નિયમ બનાવ્યો હોય તેવું લાગતું. તેમનાં વિચારો તેંજ ઉદગારો આપણા બંધ આંતરદ્વારને ખોલવાની-સમજવાની ગુરુચાવી સમાન બની રહેતા હોય તેમ ગાંધીજીને લાગતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free