Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંસાધનોનું જતન અને સંરક્ષણ3 Marks
Question
જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો.
✓
Answer
પર્યાવરણીય સમતુલા જાળવવા જંગલો ખૂબ મહત્ત્વનાં છે $: (1)$ જંગલો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સમતુલન જાળવે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ ગ્રહણ કરી ઑક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. $(2)$ જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંઘરી રાખે છે. $(3)$ વનસ્પતિ વાતાવરણને ઠંડું રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે. $(4)$ જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. $(5)$ તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું અટકાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.