Question
શાસ્ત્રીય નૃત્યો વિશે માહિતી આપો $:$ કથક

Answer

કથક શબ્દ 'કથા' પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને રોચક રીતે રજૂ કરતા હોવાથી તેઓ 'કથક' કહેવાયા. કથક નૃત્યનો વિકાસ પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રસાર સાથે થયો હતો. કથક નૃત્યમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેની રાસલીલાની કથાઓ આધારિત હોય છે. મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં કરવામાં આવતું, તેથી તે એક વિશિષ્ટ નૃત્ય શૈલીના સ્વરૂપે વિકસ્યું. સોળમી સદી પછી કથક જયપુર અને લખનઉ એમ બે પરંપરાઓ (ઘરાનાઓ) માં વહેંચાઈ ગયું. $19$ મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું. કથક નૃત્યનો ફેલાવો પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, બિહાર અને મધ્ય પ્રદેશ સુધી થયો હતો. આઝાદી પછી કથક નૃત્યને શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે અને આજે તે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free