Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીકુસુમનું કઠણ તપ (ગદ્ય)4 Marks
Question
કુસુમે ખીચડી કેવી રીતે બનાવી તે પાઠના આધારે જણાવો.
✓
Answer
માળણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી ને તે એક પીપળાના ઝાડના મૂળ આગળ કુસુમે ભોંયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો. અને તેમાં દેવતા સળગાવી ઉપર હાંલ્લામાં ખીચડી ચઢાવી હતી. કુસુમ ત્યાં એક ઈંટ ઉપર અધૂકડી બેઠી હતી. તેણે પોતાના શરીર ઉપરથી બધા અલંકારો કાઢી નાખ્યા હતા.
પાંદડાં ને ધાસનો દેવતા પૂરો થયો. હવે બીજા સૂકા પાંદડા લાવ્યા વિના નહિ બળે. એટલે માળણને કુસુમ હવે શું કરવું તે પૂછે છે. ભૂંગળી ના મળી તો હથેળી ધરી ફૂંક મારવા લાગી. કુસુમ કાકી સાથે વાત કરતાં ખીચડી જોતી હતી આખરે ચૂલા પર હાંલ્લામાં ખીચડી બનાવી ને પછી પત્રાળામાં ખાવા બેસે છે.
કુસુમને કઠણ સાધના – તપ કરવું હતું એટલે કે આજીવન કુંવારા રહીને સાદાઈથી જીવવાનું તપ કરવું હતું. આમાં પૈસા ક્યાંથી લાવવા. કુંવાસી સ્ત્રીઓને દ્રવ્ય વિના ખાવા-પીવાની મુશ્કેલી પડે અને મોટા ઘરના બાળકથી ગરીબની જેમ જીવાય નહિ તેની ખાતરી કરવા કુસુમ માળણના કપડાં પહેરી, ચૂલા પર ખીચડી બનાવવાનો પ્રયત્ન કરે છે ને સફળ પણ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.