‘ડાઘ’ લઘુકથામાં સમાજનાં એક ભાગનાં (જૂથના) સંકુચિત માણસનું દર્શન થાય છે. સમાજ તરફ ઘરેલા અરીસામાં ઉપજતી દયનીય પરિસ્થિતિનું પ્રતિબિંબ તેમાં સ્પષ્ટ થાય છે. માતાની પોતાની નાની દીકરીના ભવિષ્યની ચિંતા, અંતે ડૉકટર જેવા ઉચ્ચ અભ્યાસથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરનાર સ્ત્રી ડૉકટરના અતિતથી જન્મેલા દુ:ખાંતની સંવેદનામાં પરિણમે છે. આ રીતે, ખુબ નાના કદની, છતાં મોટા ગજાની આ વાતમાં બબ્બે સંવેદનાને ઝીલતાં વાચક ક્ષણભર સ્તબ્ધ બની જાય છે. લેખકે સરળ, સાદી ભાષામાં – માત્ર એક જ પ્રસંગમાં સ્ત્રી સહજ બબ્બે સંવેદના સમાવીને તેની ઘેરી અસર વર્ગ પર છોડી છે. સમાજ તરફ આં એક લાલબની બની શકે ? સમાજમાં સ્ત્રીઓએ જ શા કારણે ભોગવવાનું હોય છે ? કુદરતી અથવા કોઈ પણ કારણસર, શારીરિક ખોડ, ખાંપણ કે અન્ય અસામાન્ય દેખાવવાળી સ્ત્રીએ ક્યાંતો અપમાનજનક સ્થિતિમાં અથવા સ્થિતિમાં જીવન જીવવાની ફરજ પાડતાં ‘સમાજ’ ની સામે આ એક લાલબત્તી ધરનાર કૃતિ છે.