Question
મધ્યકના લાભ તથા ગેરલાભ જણાવો.

Answer

લાભ:
→ તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે.તેનુ એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે.
→ તે સમજવા માટે તેમજ ગણતરીમાં સરળ છે.
→ તે બધા અવલોકનો પર આધારિત છે.
→ વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે.
→ તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે.આનો અર્થ એ કે એકજ સમષ્ટિમાંથી લીધેલ સમાન કદના નિદર્શોનાં મધ્યકોમાં પ્રમાણ માં ઓછુ વિચલન હોય છે.
→ મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે.
ગેરલાભ:
તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે.
→ ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી.
→ આલેખ વડે અથવા નિરિક્ષક વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી.
→ જો અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી.
→ સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત ન થયેલી માહિતી માટે મધ્યક આપેલ માહિતીનું એટલું સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી.
→ જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જણાવો.
નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને સમષ્ટિ $A$ અને સમષ્ટિ $B$ માંથી કયો સમૂહ વધારે વિષમ છે તે નક્કી કરો :
સમષ્ટિ $A: 4 Q_1=3 Q_2=2 Q_3=144$
સમષ્ટિ $B: Q_1=34.8, Q_2=45.5$ અને $Q_3=70$
નીચેનામાંથી કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે ?
સમષ્ટિ $A: \overline{ x }=56, M_0=60$ અને $s=24$
સમષ્ટિ $B : \overline{ x }=56, M_0=60$ અને $s=30$
ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પી.સી.મહાલાનોબિસનું શું પ્રદાન છે $?$
ઘન વિષમતા અને ઋણ વિષમતાનો તફાવત મુદ્દાસર અને આકૃતિ સહિત આપો.
પ્રચલિત સંકેતોમાં $\sum d=25, \sum d^2=272, n=100$ અને ધારેલો મધ્યક $4$ છે. આ માહિતી પરથી યલનાંક શીધો.
$24$ ટેક્સી ડ્રાવરોએ એક દિવસમાં કરેલા ફેરાઓની સંખ્યા નીચેની માહિતીમાં દર્શાવેલ છે. ફેરાઓની સંખ્યાનો બહુલક શોધો.
ફેરાઓની સંખ્યા $1$ $2$ $4$ $5$ $6$ $7$
ડ્રાઈવરોની સંખ્યા $3$ $7$ $4$ $7$ $2$ $1$
$120$ પાનાંના એક પુસ્તકમાં પાના દીઠ શબ્દોની સંખ્યાનો મધ્યક $231$ છે. જો પ્રથમ $20$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક $236$ હોય, તો બાકીનાં $100$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક મેળવો.
એક ગામમાં $30$ નાના ખેડૂતો અને $20$ મોટા ખેડૂતોમાંથી ખાતરનો વપરાશ જાણવા માટે $10$ ખેડૂતોનો યાદચ્છિક નિદર્શ
પસંદ કરો કે જેમાં $6$ નાના ખેડૂતો અને $4$ મોટા ખેડૂતો હોય.
નાના ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ :
$\{12, 95, 18, 96, 20, 84, 56, 11, 52, 03, 10, 45\}$
મોટા ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ :
$\{04, 40, 34, 11, 72, 11, 50, 55, 08, 13, 76, 18\}$
એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીઓનું પ્રમાણ $1:2$ છે. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યકો અનુક્રમે $34$ વર્ષ અને $37$ વર્ષ હોય, તો ઓફિસના બધા કર્મચારીઓની ઉંમરનો મધ્યક શોધો.