Question
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.

Answer

લાભ :
→ તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે.
→ તે નિરિક્ષકથી મેળવી શકાય છે.
→ તે આલેખ પરથી શોધી શકાય છે.
→ જયારે આવૃત્તિ-વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે.
→ અતિ મોટા અને અતિ નાના અવલોકનોની તેના પર ઓછી અસર થાય છે.
→ કેટલીક માહિતી ખૂટતી હોય તોપણ તે શોધી શકાય છે.
ગેરલાભ:
તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી.
→ તે બધા અવલોકનો પર આધારિત હોતુ નથી.
→ વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી.
→ મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગામની વસ્તી 5000 છે. જો વસ્તી દર વર્ષે 2 ટકાના દરે વધતી હોય તો દસ વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે?
એક ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર અને પાંચમું પદ અનુક્રમે $3$ અને $324$ હોય તો પ્રથમ પદ શોધો.
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
$(\sqrt{5}+1)^5-(\sqrt{5}-1)^5$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
એક નર્સરીમાં $100$ છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડદીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો.
ફૂલની સંખ્યા $11$ $13$ $15$ $17$ $19$ $21$ $23$ $25$
છોડની સંખ્યા $5$ $8$ $13$ $20$ $22$ $18$ $10$ $4$
એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય ?
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
$Q_{3}+Q_{1}=3 M $ અને $ 3\left(Q_{3}-Q_{1}\right)=4.5 M$ હોય, તો વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો.
મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે બહુલકનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકનોંધ લખો.