Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનબજાર3 Marks
Question
મોલની વિશિષ્ટતાઓ કઈ કઈ છે?
✓
Answer
મોટાં શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એકસાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે, જેને ‘ શૉપિંગ કૉપ્લેક્સ' કહે છે. મોટાં શહેરોમાં બહુમાળી બિલ્ડિંગમાં જુદા જુદા માળ ઉપર જુદી જુદી વસ્તુઓના વેચાણના શો$-$રૂમો હોય છે, જેને ‘ મોલ ' કહેવામાં આવે છે. મોલના શો$-$રૂમોમાં નાની$-$મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેરખબરો દ્રારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શો$-$રૂમોમાં વેચતી હોય છે. એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હોય છે, મોલની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જેમ કે $(1)$ મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે. $(2)$ વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે. $(3)$ વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. $(4)$ મોલમાં વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. $(5)$ મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.