Question
ટૂંક નોંધ લખો $:$ મહારાણા પ્રતાપ

Answer

મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતાં હલ્દીઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈ. સ. $1576$ માં યુદ્ધ થયું. એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ, છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા. તે હિંમત હાર્યા નહિ. તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહિ. તેમણે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ (ગેરીલા યુદ્ધપદ્ધતિ) ચાલુ રાખ્યું. અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા. છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા. $51$ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. એક ટેકીલા વીરપુરુષ તરીકે રાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free