મોરના ઈંડા (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીમોરના ઈંડા (ગદ્ય)4 Marks
Question
“મોરના ઈંડા” શીર્ષક સમજાવો.
✓
Answer
આ એ જમાનાની વાત છે. જયારે આણંદ અને ખંભાત વચ્ચે રેલવે લાઈન નંખાઈ ન હતી. લોકોની તેમજ માલ-સામાનની હેરાફેરી માટે ગાડાનો ઉપયોગ સવિશેષ થતો. જરૂરિયાત તેમજ આકસ્મિક સંજોગોમાં, મધરાતે પણ ગાડામાં જવું પડતું. આવી પરિસ્થિતિમાં, જાનમાલની સંભાળ ને રક્ષા કરવા માટે નિડર, વિશ્વાસુ ને ખડતલ ‘વળાવિયા’ ને લોકો સાથે રાખતાં.
પેટલાદ પંથકમાં, આવાજ એક પ્રખ્યાત મહીજી બારૈયા નામના વળાવિયાની તેની શાહુકારી તરીકેની ખ્યાતિની અને નામ માટે ચીવટ ને કાળજી રાખવાની વાત આ કૃતિમાં લેખકે કરી છે. પ્રશ્નનાં સંદર્ભમાં – મહીજી મોર છે. અને ‘બુધો’ મહીજીનો છોકરો એ ‘મોરનું ‘ઈંડુ’ કહેવતનો ઉપયોગ થાય છે.
પિતાની ગેરહાજરીમાં, ‘વળાવિયા’ ના કામ માટે આવેલાં માણકે મુનીમની સાથે બુધો ‘વળાવિયા’ તરીકે જવા તૈયાર થઈ જાય છે. માતા, વિશ્વાસને આનંદપૂર્વક આશીર્વાદ આપે છે, તેમજ મુનીમ પણ બાપની જગ્યાને બેટાને જવાબદારી સોંપવા સંમતિ આપે છે ! સંમતિ નથી તો તે તેના પોતાના બાપની જ ! મહીજી ખેતરથી પાછો ઘરે આવે છે. બુધા વિશે પૂછતાં તેની પત્ની સઘળી હકીકત વિગતે જણાવે છે. અંતરમાં તો કદાચ $(?)$ ખુશ થયેલા મહીજી એ, કોઈ મુખભાવ દર્શાવ્યા વગર, મનોમન નક્કી કરેલા ધ્યેય માટે, ઘરેથી ચાલી નીકળે છે. માણેક મુનીમ જે તરફ રવાના થયેલાં, તેમની પાછળ જવા માંડે છે. અંધારોને ચીરતો મહીજી તેમની લગોલગ પહોંચીને લૂંટારાની ભૂમિકામાં આવી જઈને મહીજી ગાડાને લલકારે છે, બધું લુંટી લેવાના ઈરાદે દીકરાની સામે પડે છે, વીસ વર્ષના દીકરાની ધમકીની પરવા કર્યા વગર ત્રાટકવા પૂરી તૈયારી કરી ચૂકેલો મહીજી ત્રાટકવા જેવો આગળ વધ્યો કે તરત જ દીકરાએ સામે આવી ચડેલા બાપને – બાપ- દીકરાનાં સંબંધ નેવે મૂકી – ઘ કરે છે.
બસ, મહીજીને આજ ક્ષણની વાટ હતી. મહીજીએ દીકરાને શાબાશી આપી. તેની પરિક્ષામાં ઉત્તીર્ણ થવાની વધાઈ આપી. ગળે લગાવી ભેટી પડ્યો. માણેક મુનીમ, ગાડીત તેમજ શેઠનાં દીકરી – સૌ સ્તબ્ધ થઈ ગયા ! ‘વળાવિયા’ જેવા કામમાં પણ પોતાની શાખ અને શાં ને કાયમ રાખવાની, મહીજી બારૈયા જેવા બારૈયા જેવા અભણની આટલી લાલશા ? પોતાના સગા દીકરાને પણ ‘વળાવિયા’ તરીકે સ્વીકારતાં પહેલાં આટલી આકરી પરીક્ષા ? આથી જ લેખકને આવી શુરાતન ને શાહુકારીથી ભરેલી વાતનું શીર્ષક ભાગ્યેજ મળ્યું હોત !
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.