Question
મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો.

Answer

મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રીપરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાન-એ-વઝીરે-કુલ કહેવાતો. વજીર નાણાં અને મહેસુલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચરતંત્રની પણ દેખરેખ રાખતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાયવ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર-એ-સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાંઓનો વડો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free