Question
મુઘલયુગની સ્થાપત્યકલાનાં મુખ્ય સ્થાપત્યોના નામ આપો.

Answer

મુઘલયુગની સ્થાપત્યકલાનાં મુખ્ય સ્થાપત્યો નીચે મુજબ છે:
$(1)$ મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્લીમાં આવેલો હુમાયુનો મકબરો.
$(2)$ મુઘલ સમ્રાટ અકબરે આગરામાં બંધાવેલ વિશાળ કિલ્લો.
$(3)$ ફતેહપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બીરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો અને જામી મસ્જિદ.
$(4)$ શેરશાહનો સાસારામનો મકબરો.
$(5)$ મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહાલ.
$(6)$ શાહજહાંએ દિલ્લીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો, જેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો આવેલી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free