Question
ભક્તિ અને સૂફી આંદોલનની અસરો જણાવો.

Answer

ભક્તિ અને સૂફી આંદોલનની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે $: (1)$ ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્યાડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. $(2)$ સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. $(3)$ ઈશ્વર બધાંનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. $(4)$ જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. સંત કબીરના શિષ્યોમાં હિંદુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. $(5)$ સમાજમાં ઊંચનીચના ભેદભાવો ઓછા થયા. આ સમયે અનેક સંતો નાતજાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાંબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેનાં ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌસ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. $(6)$ મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં અનેક હિંદુ રહસ્યવાદી ક્રિયાઓ$-$વિધિઓ અપનાવી હતી. દા. ત., સૂફીવાદ $($સૂફીપંથ$)$ માં શિરમુંડન, ઝનબીન $($ભિક્ષાપાત્ર$)$ રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. $(7)$ ભક્તિ અને સુફી આંદોલને સમાજની કાયાપલટ કરી. હિંદુ$-$મુસ્લિમ સમાજમાં એકતા સ્થપાઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free