Question
નદી અથવા હિમનદીનું ભૂમિસ્વરૂપ સમજાવો.

Answer

નદીનું ભૂમિસ્વરૂપ: નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પ૨ થી સીધી ઢોળાવવાળી ખીણ માં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત ’ કે ‘ જળધોધ ' કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો ‘ સર્પાકાર વહનમાર્ગ * કહેવાય છે. નદી તેના સપકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સપકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં ‘ નાળાકાર સરોવર ’ રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે' ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને ‘ પૂરનું મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ ' કહે છે, સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતાં સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા-પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા$-$પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધાં મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખત્રિકોણપ્રદેશ (ડેલ્ટા- Delta) બને છે. હિમનદીનું ભૂમિસ્વરૂપ: ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને ‘ હિમનદી ' કહે છે.હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશમ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મિ ભૂદશ્ય બનાવે છે. તદુપરાંત, હિમનદી ઘસારણ દ્વારા' યુ ' $(U)$ આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર (ટાર્ન) બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના$-$મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ‘ ડ્રમલિન ’ (Drumlin) ભૂમિસ્વરૂપની રચના કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free