પાહોમે વધારે ને વધારે જમીન મેળવવાની લાલચમાં, ઉતાવળે ખાધું - જોઈતો આરામ ન કર્યો અને શક્તિ કરતાં વધારે ચાલ્યો. દિવસ પૂરો થાય (સૂર્યાસ્ત થાય) ત્યાં સુધીમાં શરૂ કરેલ સ્થળે પહોંચી જવા ઝડપથી દોડવા માંડ્યું - પરસેવો વળવા છતાં, તેની પરવા કર્યા વગર દોડતો રહ્યો. આમ, ક્ષમતા કરતાં વધારે પરિશ્રમ કરવાના કારણે તેનું મૃત્યુ થયું - ને તેનો પરિશ્રમ એળે ગયો.