Question
પરિચય આપો $:$ જહાંગીર

Answer

અકબરના અવસાન બાદ ઈ. સ. $1605$ માં જહાંગીર દિલ્હીની ગાદી પર બેઠો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હતી. તેણે હિંદુઓ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા હતા. જહાંગીરે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં સ્વરૂપવાન, ચતુર, પ્રતિભાશાળી તેમજ સાહિત્ય અને કલાની શોખીન હતી. નૂરજહાંએ પંદર વર્ષ સુધી જહાંગીરને નામે શાસન કર્યું. જહાંગીર તેના ‘ જહાંગીરી ન્યાય માટે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જહાંગીર એક મહાન ચિત્રકાર હતો. તેણે અનેક કલાઓને ઉત્તેજન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. સામાન્યત$:$ જહાંગીરના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાયેલાં હતાં. ઈ. સ. $1627$ માં જહાંગીરનું અવસાન થયું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free