Question
પરિચય આપો: ઇલ્તુત્મિશ

Answer

ઇલ્તુત્મિશ કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેણે દિલ્હીની ગાદી સંભાળી હતી. ઇલ્તુત્મિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તેણે કુતુબમિનારનું અધૂરું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. તેણે દિલ્લી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે 'તુરકાન-એ-ચહલગાન' (૪૦ તુર્ક અમીરોના દળ) ની રચના કરી હતી. તેણે સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કર્યું હતું. પોતાના પુત્રોમાંથી એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન લાગતાં ઇલ્તુત્મિશે પોતાની સક્ષમ અને કાબેલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free