Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમુઘલ સામ્રાજ્ય3 Marks
Question
શાહજહાંનો પરિચય આપો.
✓
Answer
જહાંગીરના અવસાન પછી શાહજહાં ઈ. સ. $1627$ માં દિલ્હીની ગાદી પર બેઠો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દોલતાબાદ, અહમદનગર, ગોલકોન્ડા અને બીજાપુર વિજયો મેળવ્યા હતા. શાહજહાં કલા-સ્થાપત્યોનો પ્રેમી હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. શાહજહાં તેનાં સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં 'મહેલોનો બાંધનાર' તરીકે જાણીતો છે. તેણે આગરામાં યમુના નદીના કિનારે તેની પત્ની મુમતાજમહલની યાદમાં વિશ્વપ્રસિદ્ધ રમણીય અને બેનમૂન તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. તે આજે પણ દેશ-પરદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે અને દુનિયાની અજાયબી ગણાય છે. આ ઉપરાંત, તેણે આગરામાં મોતી મસ્જિદ અને જૂની દિલ્લી પાસે સુપ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી 'શાહજહાંનાબાદ' નામનું નગર વસાવ્યું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.