Question
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

પ્રમાણિત વિચલન :
  • આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનોનાં વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. તેને સંકેતમાં ‘s' વડે દર્શાવવામાં આવે છે.
લાભ :
  • પ્રમાણિત વિચલનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
  • પ્રસારના અન્ય માપોની સરખામણીએ તે વધુ સક્ષમ માપ છે.
  • તે અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે અનુકુળ માપ છે. એક કરતાં વધુ માહિતી માટે મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકાય છે:
  • જે પ્રસારના અન્ય માપો માટે શક્ય નથી.
  • પ્રસારના અન્ય માપોની સરખામણીએ તેના પર નિદર્શના ફેરફારની અસર ઓછી થાય છે.
  • આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં પ્રસારના આધારભૂત માપ તરીકે તેનો સવિશેષ ઉપયોગ થાય છે.
ગેરલાભ :
  • પ્રસારના અન્ય માપોની સરખામણીમાં તેની ગણતરી અધરી છે.
  • તેની ગણતરીમાં અતિ મોટા અને અતિ નાનાં અવલકનોને વધુ મહત્વ મળે છે.
  • સામાન્ય વ્યક્તિ માટે તે સમજવામાં સરળ નથી.
  • જો આવૃત્તિ-વિતરણ ખુલ્લા છેડાવાળ હોય તો પ્રમાણિત વિચલન શોધી ન શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક માહિતીમાં બહુલક એ મધ્યક કરતાં $1.25$ ગણો અને પ્રમાણિત વિચલન એ મધ્યકના ત્રીજા ભાગનું છે, તો વિષમતાંક શોધો.
જો ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ અને ચોથું પદ અનુક્રમે 5 અને 40 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો.
$f : R \rightarrow R, f(x)=x^{2}+5 x-6$ હોય, તો વિધય નો પ્રકાર જણાવો.
એક ગુણોત્તર શ્રેણીમાં $T_n = 324; S_n = 484$ અને $r = 3$ હોય તો $a$ અને $n$ શોધો.
એક ગુણોત્તર શ્રેણી માટે $\mathrm{S}_{n}=189, a=27 $ અને $n=3$ હોય, તો $r$ ની કિંમત શોધો.
બાંધકામમાં વપરાતી સામગ્રીમાં થયેલ ટકાવારી ભાવવધારાની નીચેની માહિતી પરથી ભારિત મધ્યકની રીતે સરેરાશ ટકાવારી ભાવવધારો શોધો :
સામગ્રી સિમેન્ટ લાકડું સ્ટીલ ઇંટો
ભાર $30$ $15$ $20$ $25$
ભાવનો ટકાવારી વધારો $160$ $133$ $125$ $150$
નીચે આપેલ વિધેયોના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જાણવો $:(1) f: \mathrm{A} \rightarrow \mathrm{N}, f(x)=x^{2}+1, \mathrm{\sim A}=\{x \mathrm{|}-2 \leq x<1, x \in \mathrm{Z}\}$
$(2) f: \mathrm{Z} \rightarrow \mathrm{N}, f(x)=x^{2}+2, x \in \mathrm{Z}$
$(3) f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=4 x, x \in \mathrm{N}$
એક બૅટ્સમેનના ક્રિકેટની છેલ્લી દસ મૅચમાં અનુક્રમે $48, 75, 37, 52, 93, 81, 25, 72, 18$ અને $60$ રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર તથા વિસ્તારાંક શોધો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ મેળવો :
મધ્ય $-$ કિંમત $4$ $12$ $20$ $28$ $36$ $44$ $52$
આવૃત્તિ $3$ $6$ $9$ $13$ $8$ $5$ $2$
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.