Question
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.

Answer

વિસ્તાર :
  • આપેલી માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. 
  • તેને સંકેતમાં $R$ વડે દર્શાવવામાં આવે છે, જયાં, $R=x_H-x_L$
લાભ :
  • વિસ્તારની વ્યાખ્યા સ્પષ્ટ છે.
  • તેની ગણતરી સરળ છે.
  • જો માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય, તો વિસ્તાર ઉપયોગી માપ છે.
  • તે અવલોકનોના નિરીક્ષણ માત્રથી શોધી શકાય છે.
  • ગુણવત્તા નિયંત્રણના કાર્યમાં પ્રસારના માપ તરીકે તે ઘણું ઉપયોગી માપ છે.
ગેરલાભ :
  • વિસ્તારની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી તેથી તે ઓછું વિશ્વસનીય છે.
  • નિદર્શમાં થતાં ફેરફારોની તેના પર વધુ અસર થાય છે.
  • બૈજિક પ્રક્રિયાઓ માટે તે અનુકૂળ માપ નથી.
  • આવૃત્તિ-વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો આ માપ મેળવી શકાતું નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો.
$\text{NATURE}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્ષનરી ક્રમ મુજબ ગોઠવતાં $\text{NATURE}$ શબ્દ કયા ક્રમે આવે $?$
એકમાપી અને દ્વિમાપી આકૃતિ વિશે ટૂંક નોંધ લખો.
જો એક ગુણોત્તર$-$શ્રેણીમાં $\mathrm{T}_{n}=-1.44, \mathrm{S}_{n}=-2.79$ અને $r=2$ હોય ,તો $a$ અને $n$ ની કિંમત શોધો.
$7$ વ્યક્તિઓના ગ્રુપમાંથી $4$ વ્યક્તિઓ પસંદ કરવાના છે.
$(i)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(ii)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ મેળવો :
મધ્ય $-$ કિંમત $4$ $12$ $20$ $28$ $36$ $44$ $52$
આવૃત્તિ $3$ $6$ $9$ $13$ $8$ $5$ $2$
$\left(\sqrt{a}+\frac{1}{\sqrt{a}}\right)^{4}$નું વિસ્તરણ કરો.
એક ટેક્સીએ સોમવારે $15$ કિમી અને મંગળવારે $254$ કિમીનો પ્રવાસ કર્યો છે. આ બે દિવસમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો.
એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય, તો પાંચમું પદ શોધો.