Question
પૂંજાની નિ:સ્વાર્થપરાયણતા. નોંધ લખો.

Answer

પૂંજા મેજરે સાલ્વેશન આર્મીના અમલદાર તરીકે જીવનભર સેવા બજાવી હતી. સેવા નિવૃત થતાં જ તે પાછા ગામનાં પોતાના જૂના ઘેર રહેવા આવ્યા. સાથે સામાનમાં કપડાંની એક પેટી ને ખપ પૂરતાં વાસણનો એક કોથળો એટલું જ લાવ્યા હતા. બાકીનો સામાન તો તેઓ જ્યાં નોકરી કરતાં, ત્યાંજ જરૂરિયાતમંદોને બંધુ વહેંચીને જ આવેલા.
સિંધુ, સાદું ને સરળ જીવન અપનાવનારા પૂંજાના પત્ની પણ તેમને પૂરો સાથ સહકાર આપતાં. પોતાને ગામ, તેમના ઘરમાં ઠરીઠામ થયા પાછી, સેવાની કઈ પ્રવૃત્તિ કરવી – તે વિચારતાં, ગામમાં લોકોનાં વાણી વિચાર જાણવાનું, ગામના પંચનો અણસાર મેળવવાનું તેમજ ગામમાં આવેલી મિશનની ત્રણ શાળાઓ ફરી આવવાનું કામ કર્યું. ત્યાર પછી, ગામની પડતર જમીનમાં આંબા રોપવાનો વિચાર કર્યો. જેથી વર્ષો-વર્ષ મીઠી કેરી ગામ લોકોને મળે અને ગામલોકો તેમજ વટેમાર્ગુને વિસામો ખાવાનું સ્થળ મળી રહે, આવી પરોપકારી ભાવનાથી તેમને પડતર જમીનને સરખી કરી, ખાતર-માટી નાંખી તેને ઉપજાઉ બનાવી ને આંબા રોપ્યા.
ગામમાં તેમના ઘરની આસપાસ રહેતાં બાળકોને સાંજે ભેગા કરે. બાઈબલમાંની સારી-સારી વાર્તાઓ સાંભળાવે ને સુંદર ગીતો ગવડાવે.
પૂંજાએ જીવનશૈલી સરળ ને સાદી બનાવેલી ને તેમાં આવા, પરોપકારી કામવાળી દિનચર્યા ગોઠવેલી. બીજાનું ભલું કરવામાં જ તેમને સુખ ને સંતોષ મળતાં, અને તેમના કામના આજ દામ કમાઈને ઈસુને વ્હાલા બનવા મથતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free