Question
સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો.

Answer

ક્રમ સમષ્ટિ તપાસ ક્રમ નિદર્શ તપાસ
$1$ જો માહિતી મેળવવા માટે સમષ્ટિના બધાં જ એકમોની તપાસ કરવામાં આવે તો તેવી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. $1$ સમષ્ટિમાંથી કોઈ એક ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા નિદર્શના એકમોની તપાસ કરી માહિતી મેળવવામાં આવે તો તેવી તપાસને નિદર્શ તપાસ કહે છે.
$2$ સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી સમય, શક્તિ અને ખર્ચ વધુ પ્રમાણમાં થાય છે. $2$ નિદર્શ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી સમય, શક્તિ અને ખર્ચમાં બચત થાય છે.
$3$ સમષ્ટિમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી ચોકસાઈ જાળવી શકાતી નથી. $3$ સમષ્ટિના એકમો પૈકી અમુક જ એકમોની તપાસ કરવાની હોવાથી યોગ્ય ચોકસાઈ જાળવી શકાય છે.
$4$ સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી મોટી સંખ્યામાં આગણકોની જરૂર પડે છે, તેથી નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવાનું પરવડતું નથી. $4$ નિદર્શ તપાસમાં મર્યાદિત એકમોની જ તપાસ કરવાની હોવાથી ઓછી સંખ્યામાં આગણકોની જરૂર પડે છે, તેથી નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવાનું પરવડી શકે છે.
$5$ સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ વધુ રહે છે, તેથી તપાસ કરવાનો કંટાળો આવે છે. $5$ નિદર્શ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ પ્રમાણમાં ઓછો રહે છે, તેથી તપાસ કરવાનો કંટાળો ઓછો આવે છે.
$6$ તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય ત્યારે સમષ્ટિ તપાસ યોગ્ય નથી. $6$ તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિદર્શ તપાસ જ યોગ્ય ગણાય છે.
$7$ સમષ્ટિ તપાસમાં પ્રત્યેક એકમ પાસેથી માહિતી મેળવવામાં આવતી હોવાથી સંપૂર્ણ માહિતી મળે છે. $7$ નિદર્શ તપાસમાં મર્યાદિત એકમો પાસેથી માહિતી મેળવવામાં આવતી હોવાથી કેટલીકવાર અધૂરી માહિતી મળે છે.
$8$ સમષ્ટિ તપાસમાં પરિણામોની ચકાસણી કરી શકાતી નથી. $8$ નિદર્શ તપાસમાં તાલીમ પામેલા અન્વેષકોની મદદથી પરિણામોની ચકાસણી કરી શકાય છે.
$9$ સમષ્ટિના એકમોની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય ત્યારે સમષ્ટિ તપાસ કરી શકાય. $9$ સમષ્ટિના એકમોની સંખ્યા પ્રમાણમાં વધુ કે અમર્યાદિત હોય ત્યારે નિદર્શ તપાસ જ વધુ યોગ્ય ગણાય.
$10$ ભારતમાં દર દસ વર્ષ થતી વસ્તી ગણતરીએ સમષ્ટિ તપાસ ગણાય. $10$ ભારતમાં દર દસ વર્ષ થતી વસ્તી ગણતરીએ નિદર્શ તપાસમાં થઈ શક્તિ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો એક ગુણોત્તર$-$શ્રેણીમાં $\mathrm{T}_{n}=-1.44, \mathrm{S}_{n}=-2.79$ અને $r=2$ હોય ,તો $a$ અને $n$ ની કિંમત શોધો.
એક કોલેજના અધ્યાપકગણ વિશે અભિપ્રાય મેળવવા માટે તે કોલેજના $600$ વિદ્યાર્થીઓમાંથી $2\%$ વિધ્યાર્થીઓનો પુરવણીરહિત પ્રકારે નિદર્શ મેળવો. કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ બધાં વર્ષમાં $200$ વિદ્યાર્થીઓ ભણે છે.
નીચેની ત્રણ અંકોવાળી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરો :
પ્રથમ વર્ષ માટે $: \{158, 092, 411, 745, 009, 724, 674, 550, 716, 359, 419, 969,200,458\}.$
દ્વિતીય વર્ષ માટે $: \{384, 019, 676, 131, 390, 057, 299, 786, 006, 206, 729, 344, 543, 309\}.$
તૃતીય વર્ષ માટે $: \{227, 483, 741, 766, 027, 070, 648. 956, 198, 912, 200, 058, 666, 500\}.$
$50$ કદની સમષ્ટિમાંથી $10$ કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.
આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો.
એક પુલ બનાવવા માટે નીચે પ્રમાણે ખર્ચ થયો હતો. આ માહિતીને વૃત્તાંશ આકૃતિમાં દર્શાવો.
વીગતમજૂરીસિમેન્ટઈંટ અને રેતીકપચીલોખંડનિરીક્ષણકુલ
ખર્ચ (કરોડ ₹) 10826640
એક ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર અને પાંચમું પદ અનુક્રમે $3$ અને $324$ હોય તો પ્રથમ પદ શોધો.
$f(x)=x+\frac{1}{x+1}$ માટે $f(-x)+f(x)$ ની કિંમત શોધો.
ગુણોત્તર શ્રેણી $2, 4, 8, 16, .....$ ના કેટલા પદોનો સરવાળો $126$ થશે $?$
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 3400 થી મોટી ચાર અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.