Question
સમુદ્રમોજાંનું ભૂમિસ્વરૂપ સમજાવો.

Answer

સમુદ્રમોજાંનાં ઘસારણ અને નિક્ષેપણ કિનારાના વિવિધ ભૂમિસ્વરૂપો બનાવે છે. સમુદ્રનાં મોજાં ખડકો સાથે સતત ટકરાતાં તેમાં તિરાડો પડે છે. સમય જતાં એ તિરાડો મોટી અને પહોળી બને છે, જેને ‘ સમુદ્રીગુફા ' કહે છે. આ ગુફાઓ મોટી બનતાં તેમની માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન $($મહેરાબ$)$ બને છે.
સમુદ્રમોજાંના સતત ઘસારણથી છત તૂટી જતાં માત્ર દીવાલો જ રહે છે. દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ‘ સ્ટેક ’ નામે ઓળખવામાં આવે છે. સમુદ્રજળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને“ સમુદ્રકમાન ” કહે છે. સમુદ્રનાં મોજાં કિનારા પર નિક્ષેપણ કરી સમુદ્ર-પુલિનનું નિર્માણ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો કેવો ઉપયોગ કરવો જોઈએ ?
વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો $:$
$(1)$ રાણીની વાવ સોલંકીયુગ દરમિયાન બંધાયેલી હતી.
$(2)$ રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.
$(3)$ ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું.
$(4)$ દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી.
$(5)$ ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે.
ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ શાથી વધુ ને વધુ થઈ રહ્યો છે?
સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે?
આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું?
ટૂંકનોંધ લખો $:$ દિલ્લી સલ્તનતની શાસન વ્યવસ્થા સવિસ્તાર જણાવો.
કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
અલાઉદ્દીન ખલજીનાં સુધારાઓ વર્ણવો.
ખાદ્યપદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ ?