દિલ્લી સલ્તનતની શાસન વ્યવસ્થા સુવ્યવસ્થિત હતી. આ વ્યવસ્થા આધુનિક મંત્રીમંડળને મળતી આવે છે.
સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારી વડા અને ન્યાયાધીશ હતાં.
સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું.
સલ્તનત શાસન ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું.
કેન્દ્રીય શાસન $:-$
કેન્દ્રીય શાસન મંત્રીમંડળ દ્વારા થતું. મંત્રીમંડળના વડા પ્રધાનમંત્રી (વજી૨) હતાં. આ ઉપરાંત, સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગનો સમાવેશ કેન્દ્રીય શાસનમાં થતો હતો.
પ્રાંતિય શાસન $:-$
પ્રાંત (રાજ્ય)ને જાગીરમાં વહેંચવામાં આવેલ કે જેને ઈક્તા તરીકે ઓળકવામાં આવતું.
ઈક્તાના વડા ઈસ્તેદાર કે મુક્તિ હતા જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રના વડા હતાં.
ઈત્તેદારનું કાર્ય જમીન મહેસૂલ ઉઘરાવવું, જરૂરીયાતના સમયે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું.
સ્થાનિક શાસન $:-$
પ્રાંત પછી શાસન જીલ્લા અને તાલુકામાં વહેંચાયેલ જેને શિર અને પરગણા તરીકે ઓળખવામાં આવતું.
ગ્રામીણ વહીવટમાં મુખી પટવારી હતાં.