Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમુઘલ સામ્રાજ્ય5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ છત્રપતિ શિવાજી
✓
Answer
છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ ઈ. સ. $1627$ માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો. છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા $40$ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈ. સ. $1665$ માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતાં તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે શિવાજીને જેલમાં પૂર્યા. પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી શિવાજીએ મોઘલો સામે મોરચો માંડી વિજય મેળવ્યા હતા. ઈ. સ. $1674$ માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજી ઇતિહાસમાં ‘ હિંદુ સમ્રાટ ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા. તેઓ. કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે આઠ પ્રધાનોના મંડળ $–$ અષ્ટ પ્રધાનમંડળની રચના કરી હતી. ઈ. સ. $1680$ માં શિવાજીનું અવસાન થયું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.