Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઅઢારમી સદીના રાજકીય શાસકો5 Marks
Question
$18$ મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો.
✓
Answer
$18$ મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈ. સ. $1707$ માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાનાં નાનાં રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુરશાહ, જહાંદરશાહ, ફર્ખસિયર, મહંમદશાહ, શાહઆલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહિ. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો. ઈ. સ. $1757$ માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ$-$ઉદ્ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, શિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતાં. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજિતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. $1849$ માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. બીજાપુરના સુલતાન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈ. સ. $1707$ માં મરાઠા રાજ્યમાં પેશ્વાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજી રાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા. ઈ. સ. $1761$ માં મરાઠાઓ અને ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ, $18$ મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.