Question
ટૂંક નોંધ લખો $:$ મુઘલ સ્થાપત્યકલા

Answer

મુઘલ સ્થાપત્યકલા વિશિષ્ટ પ્રકારની હતી. $(1)$ દિલ્લીમાં આવેલો હુમાયુનો મકબરો (કબર) મુઘલકાલીન સ્થાપત્યકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. $(2)$ મુઘલ બાદશાહ અકબરે આગરામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગરાથી $36$ કિલોમીટર દૂર ફતેહપુર સિક્રી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બીરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશતીનો મકબરો, જામા મસ્જિદ જેવાં બાંધકામો કરાવ્યાં હતાં. $(3)$ શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે. $(4)$ ઈ. સ. $1630$ માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે ભવ્ય ‘ તાજમહાલ ' બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે. તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ મુઘલ સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે. તે દેશ$-$વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. $(5)$ શાહજહાંએ દિલ્લીમાં ઈ. સ. $1638$ માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલશૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ' નામનુ નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાન$-$એ$-$આમ, દીવાન$-$એ$-$ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાન$-$એ$-$ખાસ ઇમારતને સોના$-$ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. શાહજહાંએ દીવાન$-$એ$-$ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘ મયૂરાસન ' બનાવડાવ્યું હતું. દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે $15$ ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. $(6)$ ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા$-$ઉદ્$-$દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેટલો જ કલાત્મક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free