Question
ટૂંકનોંધ લખો $:$ મુખ્યમંત્રી $($Chief Ministerr$)$

Answer

મુખ્યમંત્રી મંત્રીમંડળના વડા છે. રાજય સરકારમાં મુખ્યમંત્રીનું સ્થાન ઘણું અગત્યનું છે. તેમને મુખ્ય પ્રધાન અથવા સી.એમ.$($ચીફ મિનિસ્ટર$)$ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી મંત્રીઓને રાજયના વહીવટનાં જુદાં જુદાં ખાતાં સોંપે છે. અવારનવાર મંત્રીમંડળની બેઠક બોલાવે છે. દરેક મંત્રીઓનાં કાર્યો પર દેખરેખ રાખે છે અને માર્ગદર્શન આપે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોથી રાજયપાલને માહિતગાર કરે છે. જરૂર ઊભી થતાં મંત્રીમંડળની પુનઃરચના કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free