Question
ટૂંકનોંધ લખો $:$ રાજયપાલ $($Governor$)$

Answer

ભારતના દરેક રાજયમાં રાજ્યપાલ હોય છે. તેમની નિમણુક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે. તેમની નિમણુક એટલા માટે કરવામાં આવે છે કે રાજ્ય સરકાર બંધારણના નિયમ અનુસાર શાસન કરે. રાજયપાલ રાજયના બંધારણીય વડા છે. રાજ્યનો બધો વહીવટ તેમના નામથી થાય છે. રાજયપાલ રાજયની વિધાનસભામાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે. રાજ્યપાલ રાજયના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને બંધારણની વફાદારી અને ગુપ્તતાના સોગંદ લેવડાવે છે, વિધાનસભાની બેઠક બોલાવે છે તેમજ મુલતવી પણ રાખી શકે છે. વિધાનસભામાં રજૂ થતા ખરડાઓને સહી કરી મંજૂરી આપે છે. નાણાંકીય ખરડા માટે તેમની પૂર્વમંજૂરી જરૂરી છે. ત્રણ વાચનમાં થઈને ખરડા વિધાનસભા પસાર કરે. અધ્યક્ષ $($સ્પીકર$)$ ની સહી થઈ જતાં, તે રાજ્યપાલની મંજૂરી $($સહી$)$ માટે મોકલાય છે. જો રાજયપાલ સહી કરે તો તે કાયદો બને છે; પરંતુ રાજ્યપાલ પોતાની નોંધ સાથે સહી કર્યા વગર વિધાનસભાને ખરડો પાછો મોકલે, તો વિધાનસભાને જે $-$ તે બાબતો ઉપર પુનઃ ચર્ચા કરવી પડે છે અને ત્યાર બાદ રાજયપાલ સુધારણાવાળા ખરડો મંજૂરી $($સહી$)$ માટે મોકલાય છે. તેઓશ્રી તાકીદની પરિસ્થિતિમાં ‘વટહુકમ' બહાર પાડે છે. વડી અદાલતના તાબા હેઠળની અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજયની કામગીરી વિશે રાષ્ટ્રપતિને જાણકારી આપે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free