Question
ટૂંક નોંધ લખો: મુખ્યમંત્રીનાં કાર્યો

Answer

મુખ્યમંત્રીનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે:
$(1)$ તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે.
$(2)$ તે દરેક મંત્રીનાં કાર્યો પર દેખરેખ રાખે છે.
$(3)$ તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે.
$(4)$ તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે.
$(5)$ તે મંત્રીમંડળના મંત્રીઓને જુદાં જુદાં વહીવટી ખાતાંઓની વહેંચણી કરે છે.
$(6)$ તે આવશ્યક્તા અનુસાર પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનર્રચના કરે છે.
$(7)$ તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
$(8)$ તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.
$(9)$ તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free