Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો5 Marks
Question
ટૂંકનોંધ લખો: ચૈતન્ય મહાપ્રભુ
✓
Answer
વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુ છેલ્લા હતા. તેમનો જન્મ બંગાળમાં ઈ.સ. $1458$ માં પ્રસિધ્ધ વિદ્યાધામ નવદીપ (નદીયા) માં થયો હતો. એમની પ્રેમસમાધિને લીધે તેઓ ખૂબ પ્રસિધ્ધ હતા. એમની ભક્તિની કોઈ સીમા ન હતી. તેઓ 'હરેકૃષ્ણ હરેકૃષ્ણ'ની ધૂન લગાવતા નગરમાં ફરતા હતા. નાતજાતના ભેદભાવ વગર લોકો કીર્તન-મંડળીમાં ભળી જતા હતા. થોડાક જ સમયમાં એમનો 'હરિબોલ' મંત્ર બંગાળમાં ગુંજતો થયો હતો. દેશના ઘણા પ્રદેશોમાં ફરીને તેમણે કૃષ્ણની પ્રેમમયી ભક્તિનું મોજુ વહેવડાવ્યું હતું. તેમણે નાતજાતના ભેદભાવનો વિરોધ કરીને માનવ માત્ર પ્રત્યે માતૃભાવનું અગત્યનું મહત્ત્વ આપ્યું હતું. તેમણે લોકોને પ્રભુના નામ સ્મરણ, કીર્તન અને સેવામાં રાત-દિવસ મસ્ત રહેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કૃષ્ણચેતનાનો પ્રચાર કર્યો હોવાથી તેમને “ચૈતન્ય મહાપ્રભુ” નું ઉપનામ મળ્યું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.