Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર5 Marks
Question
ગુજરાત રાજ્યની વડી અદાલત વિશે માહિતી આપો.
✓
Answer
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના $1$ મે, $1960$ ના રોજ અમદાવાદ ખાતે થઈ હતી. હાલમાં ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. ગુજરાત રાજ્યની વડી અદાલત આ પ્રમાણેનાં કાર્યો કરે છે $: (1)$ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. $(2)$ તે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે. $(3)$ તે ફોજદારી અને દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. $(4)$ તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. $(5)$ તે નઝીરી અદાલત (Court of Records) તરીકેની ફરજો બજાવે છે
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.