Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર4 Marks
Question
ટૂંકનોંધ લખો: ઈદ
✓
Answer
ઈદ ઈસ્લામ ધર્મનો તહેવાર છે. ઈસ્લામ ધર્મમાં મુખ્યત્વે બે ઈદ મનાવવામાં આવે છે: $(1)$ ઈદ-ઉલ-ફિત્ર $(2)$ ઈદ-ઉલ-અઝહા
ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ): પવિત્ર રમજાન માસના રોજા (ઉપવાસ) પૂરા થયા પછી મુસ્લિમો રમજાન ઈદની ઉજવણી કરે છે. આ દિવસે મુસ્લિમો મસ્જિદમાં જઈ સાથે નમાજ પઢે છે અને નમાજ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. આ દિવસે તેઓ મિત્રો અને સગા-સંબંધીઓને મળવા જાય છે તેમજ ગરીબોને દાન (ઝકાત) પણ આપે છે.
ઈદ-ઉલ-અઝહા: આ ઈદને બલિદાનની ઈદ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈદ પવિત્ર હજ (મક્કાનગરમાં આવેલ પવિત્ર કાબાની યાત્રા) સાથે જોડાયેલી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.