વિમુક્ત જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના-મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. નટ, બજાણિયા વિભિન્ન અંગ-કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા.