પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ સિયાલ અને સીમા
✓
Answer
પૃથ્વીની સપાટી અનેક સ્તરોથી બનેલી છે. આ સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે.
ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. સિ એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના.
આથી ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે.
ભૂકવચનું આ સૌથી પાતળુ સ્તર હોય છે જે ભૂમિખંડ પર આશરે $35$ કિલોમીટર સુધી હોય છે.
તો બીજી બાજુ મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમથી બનેલુ હોય છે. આથી જ તેને સિમા (સિ$-$સિલિકા અને મા$-$ મેગ્નેશિયમ) કહેવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.