Question
અકબરને સફળ શાસક શા માટે કહેવામાં આવે છે?

Answer

અકબર સાહસિક, ચતુર, ખડતલ અને શાસ્ત્રોમાં પારંગત રાજા હતો. તેમણે રાજનીતિ, સાહિત્ય, શિલ્પ, ધર્મ, વગેરેને પ્રોત્સાહન આપીને વહીવટમાં અનેક સુધારા કર્યા હતા. અકબરે હિંદુઓને દરબારમાં સ્થાન આપ્યું હતું અને અનેક જવાબદારીભર્યા કામ સોંપ્યા હતા. તેમણે જમીન મહેસૂલ નીતિ તેમજ પ્રજાને અનુલક્ષીને અનેક કરવેરામાં સુધારા કર્યા હતા. અકબરે યાત્રાવેરો અને જજિયાવેરો નાબૂદ કર્યો હતો તેનાથી હિંદુ અને મુસ્લિમ વચ્ચેની ભેદરેખાને મિટાવી પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. અકબર ઉદાર અને સહિષ્ણુ રાજા હતો. પ્રજાની સુખાકારી માટે કૂવા અને તળાવો બંધાવ્યા હતા. સતી થવાનો રિવાજ, બાળલગ્ન વગેરે જેવા સામાજિક દૂષણ જેવા કુરિવાજોની મનાઈ ફરમાવી હતી. તેમણે વિધવા પુન$:$લગ્ન અને આંતરધર્માયલગ્નની છૂટ આપી હતી. દર શુક્રવારે અકબર ઈબાદતખાનામાં ધર્મસભા ભરતા હતા, તેમાં દરેક ધર્મના પ્રતિનિધિઓ અને સમર્થ વિધ્વાનો સાથે ચર્ચા કરતા હતા. જે અકબરની ધર્મપ્રિયતા દર્શાવે છે. તેમના દરબારની “નવરત્નો” ની ખ્યાતિ દેશ$-$વિદેશમાં હતી. અકબરે વિચાર આપ્યો કે “રાજયનો પાયો કોઈ એક ધર્મ નહિ પણ નાગરિકત્વ છે.” આજની બિનસાંપ્રદાયિકતાના બીજ તેમણે રોપ્યા હતા. તેઓ અલગ$-$અલગ ધર્મ પાળતા પ્રજાના રાજયનો ઉત્તમ વહીવટ કર્યો હતો. આમ, અકબરને સફળ શાસક કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખડકચક્ર એટલે શું? સમજાવો.
હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય?
રાજ્યપાલનાં મુખ્ય કાર્યો જણાવો.
જળ$-$પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા કયા છે?
નીચે આપેલી આપત્તિઓને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકૃત કરો:
ઓધોગિક અકસ્માત, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, હુલ્લડ, ભૂકંપ, બૉમ્બ વિસ્ફોટ, જ્વાળામુખી, પૂર, આગ, ત્સુનામી
રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે?
કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે?
ભૂકંપ વિશે ટૂંકમાં માહિતી આપો.
બંગાળમાં “હરિબોલ''નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો ?
ભક્તિ અને સૂફી આંદોલનની અસરો જણાવો.