અખાનો સંસારત્યાગ (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીઅખાનો સંસારત્યાગ (ગદ્ય)4 Marks
Question
અખો અને જમવાનું ચરિત્ર ચિત્રણ કરો.
✓
Answer
અખો અમદાવાદની દેસાઈની પોળમાં આવેલા તેમનાં ઘરેથી સોની કામ કરતો. સોની માટેની સમાજમાં સામાન્ય છાપ બહુ સારી નહિ પરંતુ સોનીની સામાન્ય છાપની વિપરીત, અખો તેનું કામ ખંત, ચીવટ તેંજ ઈમાનદારીથી કરતો હતો. તેની આ પ્રકારની કાર્યસૈલીથી, રાજ્યની ટંકશાલમાં પણ તેને કામ મળેલું. તેમજ લાલદાસ શેઠનો પણ તેમનાં પર પૂર્ણ વિશ્વાસ. તેઓ તેમનું બધું કામ અખાને સોંપતા. અખાનું ચરિત્ર, તેના કામની બાબતમાં જેટલું શુદ્ધ ને પવિત્ર, તેટલું જ તેમનું મન નિર્મળ ને ચોખ્ખું. પડોશમાં રહેતી જમનાને બહેન માનેલી. સગી બહેન કરતાં વધારે મન-સન્માન ને આદરભાવ તેમને બહેન જમના પ્રત્યે હતો.
જમના પણ અખાને ભાઈ બનાવીને એકલી અટૂલી જિંદગીમાં નિશ્ચિત થયેલી. તેની પાસેની ત્રણસો રૂપિયાની રકમ ભાઈ પર વિશ્વાસ હોવાથી, તેમનો ઘરે મૂકવા આપેલી, બે-ત્રણ વર્ષ જ્યાં સીધી સોનાની કંઠીનો વિચાર જમનાને આવ્યો ત્યાં સુધી અખાના ઘરે જ તે રકમ પડી રહેલી . સોનાની કંઠી વિએશે જમ્ન્નાનો વિચાર જણ્યો એટલે અખાએ, તે રકમમાં બીજા $100-150$ રૂપિયા ઉમેરી $400-450$ રૂપિયાનું થાય તેટલા સોનાની કંઠી જમના માટે ઘડી.
પોતાનો માનેલો ભાઈ અખો જ સોની હોવાથી તેને ત્યાં કન્તથી ઘડવા માટે આપી. અખાએ પૂરી ઈમાનદારીપૂર્વક તેની પ્રામાણીકતામાં ભાઈસહજ પ્રેમનો ઉમેરો કર્યો. પોતાના પૈસા ઉમેરી, વધારે સારી કંઠી બને તેવી રીતે ખંત ને ચીવટથી કંઠી ઘડી. પરંતુ સ્ત્રીસહજ ‘શંકા’ જમનાને થઈ આવી ! શંકાનું નિવારણ કરવાં, મનમાં ઉદભવેલા વહેમને દુર કરવા, જમના પોતાની કંઠીને ચોકસી પાસે લઇ ગઈ. ત્યાં ચોક્સીએ કાપ મૂકી કંઠીની કિંમત આંકી ત્યારે જમનાને સંતોષ થયો.
કંઠી સાફ કરાવવા, ભાઈ અખાને ત્યાં આવતા જ જમનાને અખા પરના રાજ્યના ખોટા આરોપની તેમજ તિ આરોપમાંથી હેમખેમ છૂટા થઈ જવાની વાતની જન થઈ. જમના તો આભી બની રહી ! પોતે કરેલા ગુન્હાને લઈને પસ્તાવો થવા લાગ્યો. ભાઈ પર જ અવિશ્વાસ આણીને પોતે કરેલી અક્ષમ્ય ભુલના ભાર હેઠળ તિ દટાઈ ગઈ. કયા મોઢે માફી માંગવી તે જમનાને સુઝે નહિ. પોતાની સઘળી હિમ્મત એક્ટથી કરી, પોતે કરેલી ભૂલનો એકરાર કરીને મન પર્ણો બોજો હળવો કરવાં તે મક્કમ બની. જમનાએ જાતે જ અખાને પોતાની ભૂલ જણાવી. વારંવાર માંફી માંગી. ફરીવાર આવું નહિ બને તેની ખાતરી આપવા પ્રયાસ કર્યો ને તે અખાની નજરેથી દૂર જતી રહી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.