Question
અણદાએ લેખકને આપેલું વચન કઈ રીતે પાળ્યું$?$

Answer

અણદાએ લેખકને ‘ભીખ નહીં માંગવાનું' વચન આપ્યું હતું. વચન આપ્યા પછી, અણદાએ એસ.ટી. સ્ટેન્ડ પર તેમજ ગામમાં મજૂરીનુ કામ કરી કમાણી કરવા માંડી. જે મળે તેમાંથી પોતાના પેટ પૂરતું ખાય ને વધેલા પૈસામાંથી સીંગ-ચણા-મમરા લઈને ભિખારીઓને તેમજ સાધુ લોકોને વહેંચતો. નવરાશના સમયમાં ગામની સફાઈ કરતો ને રાતના ક્યારેક થાક્યો પાક્યો મોરલીના સૂરમાં લીન થઈ જાતો. આમ, ભીખ ન માંગીને, મહેનતનું વહેચીને ખાઈને, અણદાએ લેખકને આપેલા વચનનું પાલન કર્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free