Question
દયારામના મતે અઘરો દિવસ : ટૂંકનોંધ લખો

Answer

જે દિવસે મૃત્યુ આવશે, તે દિવસને કવિ અઘરો દિવસ ગણે છે. મૃત્યુ અચાનક આવશે અગાઉથી કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર આવશે. તેથી જ્યારે મૃત્યુનો દિવસ આવશે, તે દિવસ અઘરો લાગશે. વળી, મૃત્યુ સુધી જ સગાં સંબંધીઓનો સાથ હશે. તમારી કીર્તિધન, દોલાત પણ જીવો ત્યાં સુધી તમારું છે. મૃત્યુ આવતાં જ, તમારો સાથ બધા છોડી દેવા મજબુર બનશે. તમારાં સગાં સંબંધી તમારી કીર્તિ, પ્રતિષ્ઠા, ઘન-દોલત આ સૌ પણ તમારો સાથ છોડી દેશે. મૃત્યુ પછી, આત્મા જે માર્ગો જવાનો છે, તે માર્ગે તેને એકલાએ જ મુસાફરી કરવાની છે, આ મુસાફરીનો માર્ગ કેવો હશે – એ કોઈને ખબર નથી. આવા માર્ગે અનેક આત્મા ગયા છે, પરંતુ તેમની આ મુસાફરીનું વર્ણન કરવા કોઈ પાછું આવ્યું નથી. આવા અકલ્પ્ય, અવર્ણનીય માર્ગે કેવી રીતે આગળ જવાશે ? આની ચિંતા કરાવનાર મૃત્યુનો દિવસ, કવિને અઘરો લાગે છે. કવિ પોતાના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણને શરણે જઈને વિનંતી કરે છે કે, આવો અઘરો દિવસ આવે, ત્યાં સુધી મારી સારસંભાળ તું રાખજે !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free