Question
પારવતીનુ પાત્રાલેખન કરો.

Answer

‘થીંગડું’ નવલિકામાં પારવતીનું પાત્ર પરોક્ષ રીતે આલેખાયું છે. પ્રભાશંકર સ્મૃતિઓથી જ એને શબ્દદેહ મળ્યો છે. કારણ કે નવલિકાની શરૂઆતમાં જ પારવતીનું મૃત્યુ થયું છે એવો ઉલ્લેખ થયો છે. તેમ છતાં પારવતીનું સુંદર શબ્દચિત્ર લેખકે પરોક્ષ રીતે આલેખ્યું છે.
લગ્ન પહેલાં પારવતીને મળેલા પ્રભાશંકરે પારવતીને પોતાની મોટી ઉંમર અને ઘરની જવાબદારી વિશે કહ્યું હતું. પ્રભાશંકરે કહ્યું હતું કે ‘મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતાં મારો રસ તો બધો સુકાઈ ગયો, તેને મારી જોડે ફાવશે?તો પારવતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો ‘તમે જ મારે મન બહુ છો, પછી મારે બીજા કશાંની શી જરૂર ?’
પ્રભાશંકરને પારવતીએ કહ્યું હતું કે ‘સંસાર ભૂગ્વતા તમે કહેશો તેટલા થીંગડા મારી આપીશ. થીંગડા મારતાં હું નહિ થાકું.’ એ વાતને પારવતીએ સાચી પાડી બતાવી. પારવતી સરળ હદયી. મહેનતુ અને પતિના સર્વ દુઃખમાં ખડે ઊભી રહેનારી પતિવ્રતા નારી હતી.
પાર્વતી પ્રભાશંકરની નાનામાં નાની ટેવને જાણતી હતી અને એ ટેવને પોતાના સ્નેહથી પૂરી પાડતી. ઘરની બધી જવાબદારીઓને એણે નિષ્ઠાપૂર્વક ઉપાડી લીધી હતી. ઘરમાં સાસુ-સસરા હોવાથી મર્યાદા પાળીને એણે પતિના જીવનમાં રસ સીંચ્યો હતો. તેના હોઠ પર ક્યારેય મળેલા જીવન વિશે ફરિયાદ કરી નહોતી.
પારવતી સાચે જ પ્રભાશંકરના વિકટજીવનમાં થીંગડા દેનારી પત્ની હતી. જીવનની બધી સમસ્યાઓને પારવતી થીંગડા મારી ઉકેલી નાંખતી. તે સાચા આર્થમાં સહઘર્મચારિણી હતી. પ્રભાશંકર જ્યારે ભાર જતાં ત્યારે પાણીનો લોટો ભરી પારવતી હાજર રહેતી. કોટની બાંય પકડીને તે માતા થવાની છે તેવા શુભ સમાચાર તેણે આપ્યાં હતા. પારવતીનું લાગણીસભર શબ્દચિત્ર લેખકે પ્રભાશંકરની સ્મૃતિમાંથી ઉપસાવ્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free