Question
એથેન્સના રાજકર્તાઓ શાથી અકળાવા લાગ્યા ?

Answer

સોક્રેટીસ પોતે સ્વતંત્ર વિચાર ધરાવતો હતો. દરેક વાત અંગે તે સ્વતંત્ર રીતે ઊંડાણથી વિચારીને તેને જે સાચું લાગે તે એ માનતો, કહેતો ને આચરણમાં ઉતારતો. સોક્રેટીસનાં આવા સ્વતંત્ર વિચારોની ઍથેન્સના યુવક વર્ગ પર ભારે અસર પડી હતી. સોક્રેટીસને સાંભળવા માટે લોકોનાં ટોળેટોળા મધમાખીની જેમ વીંટળાઈ જતાં. આમ તેની નામના સ્વતંત્ર વિચારક તરીકે થવા લાગી. આથી ઍથેન્સના રાજકર્તાઓ અકળાવા લાગ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free