Question
પરિચય આપો $:$ અલાઉદ્દીન ખલજી

Answer

ઈ. સ. $1995$ માં અલાઉદીન ખલજી દિલ્લીની ગાદીએ આવ્યો. તે ઘણો મહત્ત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવીને દિલ્લી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો. તેણે દિલ્લીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી હતી. તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે ‘ દાગ ’ અને ‘ ચહેરા ' નામની પદ્ધતિની શરૂઆત કરી હતી. અલાઉદ્દીને રાજ્યમાં ભાવનિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. પરિચય આપો$:$ મુહમ્મદ$-$બિન$-$તુગલક$:$ મુહમ્મદ$-$બિન$-$તુગલક તુગલક વંશનો પ્રતિભાશાળી સુલતાન હતો. તેણે પોતાના શાસન દરમિયાન કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. એ યોજનાઓમાં રાજધાનીનું દિલ્લીથી દોલતાબાદ સ્થળાંતરની અને પ્રતીક મુદ્રાપ્રયોગ (ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ) ની આ બે યોજનાઓ મુખ્ય હતી. એ યોજનાઓમાં વ્યાવહારિકતા નહોતી તેમજ તેનો તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલ થયો નહોતો. તેથી એ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. પરિણામે ઇતિહાસમાં એ યોજનાઓ ‘ તરંગી યોજનાઓ ' તરીકે ઓળખાય છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free